NATIONAL

મહિલાને ગર્ભવતી કરવાના બદલામાં પૈસા કમાવની ઓફર, અને પછી…

બિહારના નવાદામાં એક ખૂબ જ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી પોલીસે એવા સાઇબર ગુનેગારોને પકડ્યા છે, જે લોકોને એવી ઓફર આપતા હતા કે તેમણે મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવાની છે અને તેના બદલે તેમને લાખો રૂપિયા આપવામાં આવશે. આ સિન્ડિકેટની જાળ આખા દેશમાં ફેલાયેલી છે. પોલીસે 8 ગુનેગારોની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, નવાદા પોલીસે સાઇબર ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

પોલીસે જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં છાપેમારી કરી છે. આ દરમિયાન ઘટનાસ્થળ પરથી 8 સાઇબર સ્કેમરોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 9 મોબાઈલ અને 1 પ્રિન્ટર મળ્યું છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલા બધા આરોપી ઓલ ઈન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ (બાળજ જન્મ સેવા) નામ પર પૈસાઓની લાલચ આપતા હતા અને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા હતા.

કેવી રીતે થતું હતું ફ્રોડ
પહેલા લોકોને વોટ્સએપ નંબર પર મેસેજ મોકલતા હતા. નિ: સંતાન મહિલાઓને પ્રેગ્નેટ કરવા માટે મદદ માગવામાં આવતી હતી અને તેના બદલામાં 13 લાખ રૂપિયા આપવાનો વાયદો કરતા હતા.

પૈસાની લાલચમાં આવીને જે લોકો કામ માટે તૈયાર થતાં હતા, તેમની પાસેથી 799 રૂપિયા રજિસ્ટ્રેશન ફી લેવામાં આવતી હતી. રજિસ્ટ્રેશન બાદ અમુક મહિલાઓની તસવીર મોકલવામાં આવશે, તેમાંથી એક મહિલાની પસંદગી કરવાની રહેશે, તેવું કહેવામાં આવતું હતું. મહિલાની પસંદગી કર્યા બાદ સિક્યોરિટી ડિપોઝીટના નામ પર 5 હજારથી 20 હજાર રૂપિયા ભરવાનું કહેવામાં આતું હતું. પસંદ કરેલી મહિલાના લુક્સના આધાર પર રકમ નક્કી થતી હતી.

આરોપી આ પુરુષોને સફળ પ્રેગ્નેન્સી બદલ 13 લાખ રૂપિયા આપવાનું વચન આપતા હતા. જો નિષ્ફળ જાય તો, કંસોલેશન પ્રાઈઝ તરીકે પાંચ લાખ રૂપિયા વળતર બેન્ક ખાતામાં જમા કરવાનો વિશ્વાસ અપાવતા હતા.

નવાદા પોલીસના જણાવ્યા અનુસાર, જિલ્લાના ગુરમા ગામમાં બનેલા એક ઘરમાંથી સાઈબર ફ્રોડ થઈ રહ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી. નવાદા ડીએસપી કલ્યાણ આનંદે જણાવ્યું કે, ફરિયાદમાં 26 લોકોના નામ છે. હાલમાં 18 લોકો ફરાર છે. ડીએસપીએ જણાવ્યું કે, સાઈબર પોલીસને મળેલી ગુપ્ત સૂચનાના આધારે આ કાર્યવાહી થઈ રહી છે.

Advertisement