GUJARAT

‘પાંચ ગાડીની બ્રેક ન ચોટાડી દવ તો નકામું કહેવાય’

સુરાપુરા ધામ ભોળાદમાં લોકોની શ્રદ્ધાનો અતૂટ છે. ભક્તો રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. અહીં દાનભા બાપુને સાંભળવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. દરમિયાન દાનભા બાપુનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દાનભા બાપુ વિરોધીઓને આડે હાથે લીધા હતા. ગાડીમાં સુરાપુરા ધામ, ભોળાદ લખાણવાળા સ્ટીકર લગાવવા મુદ્દે દાનભા બાપુએ ચોખવટ કરી હતી.

વીડિયોમાં દાનભા બાપુ કહી રહ્યા છે, ‘માણસ કદાચ વાતું કરતા હોય ને કે આ ગાડીઓ પાછળ સ્ટીકર ચોટાડીને પ્રચાર કરો છો. પ્રચાર કોને કરવાનો હોય? જેને પાંચ રૂપિયા કમાવવાના હોય. માતાજીને શોખ કરીને વાત કરું છું કે કેમ લગાવડાવું છું. કદાચ અણધાર્યા સીમાડામાં જતા હોવ અને રસ્તામાં વાહન બગડી જાયને અને એ નામ પર તમારી મદદ ન થાય તો નકામું છે.’

‘મારે ક્યાંય આગળ નથી જવાનું અને મારા આમા કંઈ લેવાનું નથી. રસ્તામાં કદાચ ઘરધણી તો ઠીક પણ નાનું એવું છોકરું હોય એના પગ આંબતા હોય પણ પાછળ એ સ્ટીકર જોઈ જાય ને તો પાંચ ગાડીની બ્રેક ન ચોટાડી દવ તો મારું એ સ્ટીકર લગાડવું નકામું કહેવાય.’

‘કદાચ કોઈ રસ્તો ભટકી ગયું હોય. હું એકલો કામ કરુ છું એવું નથી કહેતો. જ્યાં મારી જહરેખા લખી હશે અને મારું નામ લખ્યું હશે ત્યાં વાહન મારો ઠાકર ન બગડવા દે. અંધારી રાતે પણ કદાચ ભૂલા પડી ગયા હશો અને મારા આ દેવના નામથી તમારું નાવડું સોંસરવું ન કાઢી નાંખું તો નકામું કહેવાય.’

‘જગતને જવાબ જોઈતો હોય તો આ ઓનલાઈનની દુનિયા છે. કોઈ કમાણી નહીં, એ લગાવવામાં કેટલો ખર્ચો થાય છે એ હું ધુણું એને ખબર છે. માણસ ક્યાંય અટવાઈ નહીં સાચું એને સરનામું મળે. બાકી એના લેખ. અકરમી હોય એને અવડું જ સૂજે. બાકી જ્યાં જ્યાં હું ચાલ્યો છું, જેનો જેનો મેં સંગાથ કર્યો છે. આતો દુનિયાને રંગ બતાવું છું.’

Advertisement