GUJARAT

‘હું કોઈ સાધુ-સંત નથી, હું કોઈ ચમત્કાર નથી કરતો’

દુખીયાઓના બેલી સુરાપુરા દાદા ભોળાદમાં દિવસે ને દિવસે અપાર સંખ્યામાં શ્રદ્ધાળુઓના ઉમટી રહ્યા છે. અહીં નાતજાતના ભેદભાવ વગર રાજ્યાના ખૂણેખૂણેથી આવી લોકો દર્શનનો લ્હાવો લે છે. દર્શન માત્રથી લોકોના દુખ દૂર થાય છે. જેનામાં દેવ અંશ રહેલો છે એટલે તેમને સુરાપુરા દાદા કહેવાય છે. ભાલ વિસ્તારમાં વટામણ રોડ પર ભોળાદ ગામ વીર તેતાજી દાદા અને વીર રાજાજીની ખાંભી છે. આશરે 900 વર્ષ પહેલાનો ઈતિહાસ છે. બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. હાલ અહીં દાન ભા બાપુ સુરાપુરા દાદાના ચરણોમાં બેસી સેવા કરી રહ્યા છે. દાન ભા બાપુને સાંભળવા માટે રોજ લાખોની સંખ્યામાં લોકો આવે છે.

બધા પગે લાગે છે તમે કોઈના પર હાથ કેમ નથી મૂકતા?
આ પ્રશ્નના જવાબમાં દાનભા બાપુએ જણાવ્યું હતું કે હું પહેલી વસ્તુ તો એ કે હું કોઈ સાધુ-સંત નથી. હું કોઈ ચમત્કાર નથી કરતો. પણ આ દાદાની શક્તિના માધ્યમથી મને જે પણ દાદા અર્પણ કરે છે તેનાથી લોકોની મદદ કરું છું. તમે અંધશ્રદ્ધામાં ન જાવ પણ તમારા જે પણ પ્રશ્ન કે મુસીબતો છે એ દાદા સમક્ષ મૂકો.

તમને પહેલીવાર ક્યારે ભાસ થયો કે સુરાપુરા દાદ કંઈક પ્રેરણા કરે છે?
દાનભા બાપુએ જણાવ્યું કે જ્યારે વર્ષ 2016ની આસપાસ અહીં અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ જે ગામમાં પહેલા ક્યારેય રોકાયું નહોતું. તેને દાદાએ સપનામાં આવી કહ્યું કે હું તમારો વડવો છું અને આ જગ્યાએ બેઠો છું. એ વખતે હું અમદાવાદમાં હીરા ઉધોગમાં છૂટક મજૂરી કરતો. ત્યારે હું અહીં વેકેશનમાં આવ્યો હતો. એ વ્યક્તિએ આવીને અમારામાં ગામમાં આવી રજૂઆત કરી. ત્યારે મને લાગ્યું કે આવું બની શકે ખરું? પણ મેં જોયું કે એ વ્યક્તિ શિક્ષીત હતી. બીજુ કે એ કેપેબલ હતા એને ખોટું બોલી પ્રચાર કરીને કમાણીનો ઈરાદો નહોતો.

પછી અમે નક્કી કર્યું કે જાણો સત્ય જાણીએ. એટલે ગામાના ચાર-પાંચ લોકોએ પેલી વ્યક્તિને કહ્યું કે તમને જે સપનામાં આવે છે એ મારગે લઈ જાવ. એ જગ્યા ક્યાં છે એ દેખાડો તો અમે માનીએ. એ વ્યક્તિ અમને ત્યાં લઈ ગયા. તેમણે કહ્યું કે આટલા મકાન વટીને દેવી પૂજકોના મકાન છે ત્યાં આ દાદાની ખાંભી છે. ત્યારે મને થયું કે આ શિક્ષીત વ્યક્તિને દાદા જગાડી શકતાં હો તો દાદાની શક્તિ અપાર છે. એટલે મે મનથી નક્કી કર્યું કે જે હોય એ આપણા પૂર્વજ તો છે ને. એટલે એનું ભજન કરવું. ભજન એટલે નોકરી-ધંધો મૂકીને અહીં પડ્યું રહેવું એમ નહીં. પણ આપણે એને યાદ કરીએ ખરેખર જો દાદા તમે અમારા હોય અને કંઈક કરવા આવ્યા હોય, કંઈક જગતનું કલ્યાણ કરતા હોય તો કોઈક એવું વ્યક્તિ શોધજો કે જેનાથી બધાનું સારું થાય.

એ પછી હું જ્યારે પણ અહીં આવતો એ દાદાની ખાંભી પર બેસતો. અને તેમની સામે અર્ચના કરતો કે દાદા ક્યાંક એવી જગ્યા પસંદ કરો કે જ્યાં અમે શાંતિથી બેસીને પ્રાર્થના કરી શકીએ. ત્યાં વસવાટ હતો અને તેવા સમયે ત્યાં બેસીએ એ વ્યાજબી નહોતું. ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ અમે તમને દીવાબતી કરવા આવીએ એવી જગ્યા પસંદ કરો. પછી દાદાએ આ બધા પુરાવા આપ્યા. અમારા કુટુંબના શિક્ષીત માણસોએ પ્રમાણ માગ્યા એ દાદાએ પૂરા પાડ્યા. જ્યારે દાદાની અહીં સ્થાપના થઈ એ દિવસે તેમણે કહ્યું હતું કે આટલા વર્ષે અહીં આ વ્યક્તિ આવશે અને આટલા શ્રદ્ધાળુઓ આવશે. અને લોકોના કામ થશે. અહીં ત્રણ ટાઈમ લોકો જમતા હશે એવું હું બનાવીશ.અને આજે એ બની ગયું.

Advertisement