GUJARAT

‘હું દાદાના આ સાનિધ્યને મારું પોતાનું ઘર માનું છું’

દુખીયાઓના બેલી સુરાપુરા દાદા ભોળાદમાં દિવસે ને દિવસે અપાર સંખ્યામાં શ્રદ્ધાળુઓના ઉમટી રહ્યા છે. અહીં નાતજાતના ભેદભાવ વગર રાજ્યાના ખૂણેખૂણેથી આવી લોકો દર્શનનો લ્હાવો લે છે. દર્શન માત્રથી લોકોના દુખ દૂર થાય છે. જેનામાં દેવ અંશ રહેલો છે એટલે તેમને સુરાપુરા દાદા કહેવાય છે.

ભાલ વિસ્તારમાં વટામણ રોડ પર ભોળાદ ગામ વીર તેતાજી દાદા અને વીર રાજાજીની ખાંભી છે. આશરે 900 વર્ષ પહેલાનો ઈતિહાસ છે. બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. હાલ અહીં દાન ભા બાપુ સુરાપુરા દાદાના ચરણોમાં બેસી સેવા કરી રહ્યા છે. દાન ભા બાપુને સાંભળવા માટે રોજ લાખોની સંખ્યામાં લોકો આવે છે.

મજૂરી કરી ગુજરાન ચલાવું છું
એક ઈન્ટર્વ્યૂમાં દાનભા બાપુએ જણાવ્યું હતું કે સુરાપુરા દાદાએ ધર્મની રક્ષા માટે લોકોને દુખી જોઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હું નોકરી કરું છું એ મારું કર્મ છે. અને અત્યારે જે સેવા કરું છું એ મારો ધર્મ છે. અને મારા ધર્મના માધ્યમથી હું પૈસા નહીં કમાવ. બીજા શું કરે છે એનાથી મારે મતલબ નથી. હું પ્રાઈવેટ જોબની ઈનકમથી મારું જીવન ગુજરાન છે. મારા એવા કોઈ ઉંચા અરમાન નથી કે હું આ મેળવી લવ, મારી પાસે આવો બંગલો હોય, મારી પાસે આવી ગાડી હોય. હું દાદાના આ સાનિધ્યને મારું પોતાનું ઘર માનું છું. અહી આવનારા દર્શનાર્થીઓને હું મારો પરિવાર માનું છું.

મારે કોઈની પાસેથી કઈ લઈને ઋણી નથી બનવું
બીજુ કે આઠ કલાક મજૂરી કરવાથી મને એટલું મળે છે કે જેનાથી મારું ગુજરાન ચાલે છે. મારો ધર્મ એવું કહે છે કે કોઈની પાસેથી પૈસા લેવાની જરૂર નથી. અહી દુ:ખી આવે છે અને પૈસાવાળા પણ આવે છે. આ કોઈ કમાણી નથી. દાદાએ મને એવું કોઈ વચન પણ નથી આપ્યું કે નોકરી-ધંધો ન કરવો. એમને કહ્યું કે કર્મ કરવું અને એ કર્મ કર્યા પછી જે સમય મળે એ લોકોની સેવા માટે આપવો. એટલે હું કર્મ કરું છું સાથે ધર્મ પણ કરું છું. મારે કોઈની પાસેથી લઈને ઋણી નથી બનવું.

બધા પગે લાગે છે તમે કોઈના પર હાથ કેમ નથી મૂકતા?
આ પ્રશ્નના જવાબમાં દાનભા બાપુએ જણાવ્યું હતું કે હું પહેલી વસ્તુ તો એ કે હું કોઈ સાધુ-સંત નથી. હું કોઈ ચમત્કાર નથી કરતો. પણ આ દાદાની શક્તિના માધ્યમથી મને જે પણ દાદા અર્પણ કરે છે તેનાથી લોકોની મદદ કરું છું. તમે અંધશ્રદ્ધામાં ન જાવ પણ તમારા જે પણ પ્રશ્ન કે મુસીબતો છે એ દાદા સમક્ષ મૂકો.

તમને પહેલીવાર ક્યારે ભાસ થયો કે સુરાપુરા દાદ કંઈક પ્રેરણા કરે છે?
દાનભા બાપુએ જણાવ્યું કે જ્યારે વર્ષ 2016ની આસપાસ અહીં અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ જે ગામમાં પહેલા ક્યારેય રોકાયું નહોતું. તેને દાદાએ સપનામાં આવી કહ્યું કે હું તમારો વડવો છું અને આ જગ્યાએ બેઠો છું. એ વખતે હું અમદાવાદમાં હીરા ઉધોગમાં છૂટક મજૂરી કરતો. ત્યારે હું અહીં વેકેશનમાં આવ્યો હતો. એ વ્યક્તિએ આવીને અમારામાં ગામમાં આવી રજૂઆત કરી. ત્યારે મને લાગ્યું કે આવું બની શકે ખરું? પણ મેં જોયું કે એ વ્યક્તિ શિક્ષીત હતી. બીજુ કે એ કેપેબલ હતા એને ખોટું બોલી પ્રચાર કરીને કમાણીનો ઈરાદો નહોતો.

Advertisement