NATIONAL

35 વર્ષ બાદ પરિવારમાં જન્મી દીકરી, ખેડૂતે હેલિકોપ્ટરમાં લાવી ધૂમધામથી કરાવ્યો ગૃહપ્રવેશ, જુઓ દિલ ખુશ કરી દેતી તસવીરો

દીકરીને બોજ ગણતા લોકોને તમાચો મારતો કિસ્સો સામે આવ્યો છે. 35 વર્ષ બાદ ઘરમાં દીકરીનો જન્મ થતાં ખેડૂત પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો. એટલું જ નહીં પૌત્રીને હેલિકોપ્ટરમાં લેવા માટે ખેડૂત પોતાનો પાક પાંચ લાખ રૂપિયામાં વેચી દીઘો હતો. ખેડૂતે વાજતે ગાજતે પૌત્રીનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો. એટલું જ નહીં આખા ગામના લોકોને જમાડ્યા પણ હતા.

માનવામાં ન આવે એવો આ કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે. નાગોર જિલ્લાના ગામમાં 35 વર્ષ બાદ દીકરીના જન્મને વધાવવા ખેડૂત પરિવારે અનોખી ઉજવણી કરી હતી. પૌત્રીનો જન્મ તેના નાનાના ઘરે થયો હતો. જેને પોતાના ઘરે લાવવા માટે દાદા હેલિકોપ્ટરમાં ગયા હતા. આ માટે ખેડૂત પરિવારે પાક વેચીને આવેલા રૂપિયામાંથી હેલિકોપ્ટરનો ખર્ચ ઉઠાવ્યો હતો.

નાગોર જિલ્લાના નિમ્બડી ચાંદાવતા ગામે રહેતા મદનલાલ પ્રજાપતના દિકરાની વહુએ ત્રણ માર્ચે રિયા નામની દીકરીને જન્મ આપ્યો હતો. રિયા જન્મ બાદથી જ તેના મામાના ગામ હરસોલાવ હતી. દાદા મદનલાલે રિયાને પોતાના ઘરે હેલિકોપ્ટરથી લાવવાનો નિર્ણય કર્યો હતો. બંને ગામ વચ્ચે 35 કિલોમિટરનું અંતર છે.

પ્રજાવત પરિવાર હેલિકોપ્ટરમાં બેસી રિયાને તેના નાના ઘરેથી લઈને પોતાના ઘરે આવ્યો હતો. જેવું હેલિકોપ્ટર ગામમાં લેન્ડ થયું બેન્ડવાજા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપેડથી ઘર સુધી રસ્તામાં ફુલો પાછરવામાં આવ્યા હતા. દીકરીને ફુલહાર પહેરાવી બાદમાં કંકુ પગલા કરી ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે આખા ગામના લોકો અને મહેમાનોને જમાડવામાં પણ આવ્યા હતા.

આ માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર બૂક કરવામાં આવ્યું હતું.. જેનો કુલ ખર્ચ રૂપિયા 5 લાખ રૂપિયા આવ્યો હતો. બંને ગામ વચ્ચે 35 મિટરનું અંતર છે. આ બધી કાર્યવાહીમાં 20 મિનિટનો સમય લાગ્યો હતો.

હનુમાન રામ પ્રજાવતના કહેવા અનુસાર તેમની પાસે 80 વિઘા જમીન છે. આખો પરિવાર ખેતી પર નિર્ભર છે. પાંચ દિવસ પહેલા જ મદનલાલ પ્રજાવતે મેથી, જીરું અને સરસોનો પાક વેચીને 5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. આ રૂપિયાથી તેમણે હેલિકોપ્ટર બૂક કરાવ્યું હતું.

પ્રજાવત પરિવારે પહેલાંથી જ કલેક્ટર સહિતની જરૂરી મંજૂરી લઈ લીધી હતી. બંને ગામમાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે કોઈ નવજાતને લેવા માટે હેલિકોપ્ટર આવશે.

મદનલાલ પ્રજાવતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજમાં કન્યાના જન્મને ઉતરતી દ્રષ્ટિથી જોવામાં આવે છે, પણ તેના પરિવારનો પહેલાથી જ દ્રષ્ટિકોણ અલગ છે.

તેમણે જણાવ્યું હતું કે સમાજને અનુકરણીય ઉદાહરણ દેખાડવા માટે કન્યા જન્મને ઉત્સવ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે જ તેણે પૌત્રી રિયાને હેલિકોપ્ટરથી બેન્ડબાજા સાથે તેના નાના ઘરેથી લાવવામાં આવી હતી.

Advertisement