GUJARAT

પીષૂષ ધાનાણીએ બાઈકની ચાવી કાઢી લીધી અને પછી…

સુરતમાં બુધવારે જોવા જેવી જઈ હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીને લોકોએ ધોઈ નાખ્યા હતા. એક વાહન ચાલકને રોકીને તેની ચાવી કાઢી લેતા લોકોએ પીયૂષ ધાનાણીને ઢીબી નાખ્યા હતા. વારંવાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા પીયૂષ ધાનાણીને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.

શું હતો મામલો?
નોંધનીય છે કે રોંગસાઈડમાં આવતા વાહનોને રોકીને તેમને પાછા વાળવાના વીડિયો પીષૂય ધાનાણી બનાવે છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી આ પ્રકારના વીડિયો બનાવે છે. દરમિયાન બુધવારે એક વાહનચાલક સાથે તેમને બોલાચાલી થઈ ગઈ હતી. કાપોદ્રા બ્રિજ નજીક પીયૂષ ધાનાણીએ રોંગ સાઈડમાં આવતા એક વ્યક્તિની બાઈકમાંથી તેણે ચાવી કાઢી લીધી. અનેક લોકોના બાઈકની સામે ઊભા રહીને બોલાચાલી કરી હતી.

પીયૂષ ધાનાણીએ લોકોને કાયદાનો ભંગ ન કરવા માટે સમજાવ્યું હતું. પણ ઉશ્કેરાયેલા લોકોએ પીયૂષ ધાનાણીને મેથીપાક આપ્યો. ત્યાં હાજર રહેલા લોકો અનુસાર પીયૂષ ધાનાણીએ રોંગ સાઈડ મામલે પોલીસને જાણ કરવાના બદલે જાતે જ કાયદો હાથમા લીધો હતો. તેથી લોકોએ તેને માર માર્યો હતો. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.

આ અંગે પીયૂષ ધાનાણીએ જણાવ્યું હતું કે હું 365 દિવસ કોઈ પણ જાતનાં સ્વાર્થ વગર પોલીસનું કામ કરું છું. હું ત્રણ કલાકથી કાપોદરા પોલીસ સ્ટેશન આવ્યો છું અને મારી અરજી લખાય રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ કામ ફ્રૂટની લારી વાળાઓનું હોય શકે છે કારણ કે તે લોકોને તેમણે થોડા વખત પહેલા દબાણ હટાવવા મજબૂર કર્યા હતા. ત્યારે હવે આ મામલો પણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને એ જોવાનું રહ્યું કે આ મામલે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે.

અમુક લોકોએ કહ્યું- ધાનાણીએ કાયદો હાથમાં ન લેવો જોઈએ
સોશિયલ મીડિયા પર અમુક લોકોએ ધાનાણીને વખોડી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કામ પોલીસનું છે અને ધાનાણીએ આ રીતે બાઈકમાંથી ચાવી કાઢી કાયદો હાથમાં ન લેવો જોઈએ

અમુક લોકોએ કહ્યું- ધાનાણીએ બરોબર કર્યું છે.
જ્યારે અમુક લોકો સોશિયલ મીડિયા પર ધાનાણીના સપોર્ટમાં આવ્યા છે. તેમનું કહેવું છે ધાનાણી સારુ કામ કરી રહ્યા છે અને તેનાથી અકસ્માતમાં ઘટાડો થશે.

Advertisement