NATIONAL

છોકરાએ સીમા હૈદર વિશે ન લખવાનું લખી નાખ્યું અને પછી…

પોતાના પ્રેમી સચિન માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર ફરી ખૂબ જ ચર્ચામાં આવી છે. આ વખતનું કારણ લવ સ્ટોરી નથી, પરંતુ ધોરણ 12 ની પરીક્ષાનું પેપર છે. આ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક છોકરાએ સવાલના જવાબમાં સીમા હૈદરનો જવાબ આપ્યો છે.

વાત એમ છે કે રાજસ્થાનના ધોલપુર જિલ્લાની સરકારી શાળામાં લેવાયેલી એક પરીક્ષાના એક પેપરની કોપી ખૂબ વાઈરલ થઈ રહી છે. આ સ્કૂલમાં પોલિટિકલ સાયન્સના પેપરમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સીમા (સરહદ) છે અને તેની લંબાઈ કેટલી છે? જેના જવાબમાં એક છોકરાએ લખ્યુ કે ‘સીમા હૈદર અને ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ’. સ્ટુડન્ટના આવા જવાબવાળી ઉત્તરવહી ખૂબ વાઈરલ થઈ રહી છે.

સ્કૂલના આચાર્યનું શું કહેવું છે?
આ ઉત્તરવહી પર અજય કુમાર નામના સ્ટુડન્ટનું નામ લખેલું છે. અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાની સાથે આ નકલ પર વિદ્યાર્થી અજય કુમારનું નામ લખેલું છે. સોશિયલ મીડિયા પર આન્સર શીટ વાયરલ થયા બાદ યુઝર્સ સ્કૂલની ભારે ઝાટકણી કાઢી રહ્યા છે. વાઈરલ થઈ રહેલી ઉત્તરવહી અંગે શાળાના આચાર્ય સુરેશ કુમારે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉત્તરવહીનો શાળા સાથે કોઈ સંબંધ નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ઉત્તરવહી
શાળાના રેકોર્ડની તપાસ કરતાં જાણવા મળ્યું કે આવી કોઈપણ કોપી વાયરલ થયેલ ઉત્તરવહી શાળાની ઉત્તરવહી સાથે મેચ થતી નથી. જે વિદ્યાર્થીના નામે આન્સરશીટ જારી કરવામાં આવી છે તેનું લખાણ પણ વાયરલ થયેલી ઉત્તરવહી સાથે મેળ ખાતું નથી.

નોંધનીય છે કે સીમા હૈદર કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. તે થોડા દિવસ પહેલા ઉત્તરપ્રદેશમાં રહેતા તેના પ્રેમી સચિન નામના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી. બંને વચ્ચે ઓનલાઈન ગેમ રમતા પ્રેમ થઈ ગયો હતો. સીમાએ ભારત આવી સચિન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે ભારતની ખુફિયા એજન્સીએ શંકા વ્યક્ત કરી હતી કે સીમા હૈદર જાસૂસ હોય શકે છે. જેની તપાસ હજી ચાલુ છે.

Advertisement