NATIONAL

ભાભીને ગંદુ કામ કરતા જોઈ ગયો દિયર, ન થવાનું થઈ ને રહ્યું

એક હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દિયરની હત્યાના આરોપમાં પોલીસે ભાભી અને ભાભીના પ્રેમીની ધરપકડ કરી છે. બંનેની ધરપકડ સાથે પોલીસે લવ સેક્સ બ્લેકમેઇલિંગની કોકટેલનો પર્દાફાશ કર્યો છે.

લવ સેક્સ બ્લેકમેલિંગનું કોકટેલ
આ હમચાવી દેતો બનાવ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદનો છે. અહીંના બિશોખર ગામમાં એક 34 વર્ષીય યુવક પવનની લાશ મળી આવી હતી. માહિતીના આધારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સર્વેલન્સ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને મેન્યુઅલ ઇનપુટ દ્વારા હત્યાનો ખુલાસો કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે પવન ફૈઝાન નામના યુવક સાથે વાત કરતો હતો. પોલીસે ફૈઝાનને કસ્ટડીમાં લઈ તેની કડક પૂછપરછ કરી હતી. ફૈઝાને પોપટની જેમ હત્યાની આખી વાર્તા જાહેર કરી.

ભાભીનો પ્રેમ અને દિયરનું બ્લેકમેલિંગ
પૂછપરછ દરમિયાન આરોપી ફૈઝાને જણાવ્યું કે તેના પાડોશમાં રહેતી દીપા સાથે તેના શારીરિક સંબંધો હતા. દીપાનો પતિ લગભગ દોઢ મહિનાથી બેંગ્લોરમાં નોકરી કરે છે. આ સમય દરમિયાન, દીપાને પાડોશમાં રહેતા મેડિકલ ઓપરેટર ફૈઝાન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, લગભગ 8 દિવસ પહેલા દીપાના દિયર એટલે કે મૃતક પવનને આ અંગેની જાણ થઈ હતી.

અફેર જાહેર કરી દેવાની આપી ધમકી
જે બાદ પવને તેની ભાભી અને ફૈઝાનને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તેણે ધમકીઓ આપવાનું શરૂ કર્યું કે તે અવૈધ સંબંધની બધાને જાણ કરી દેશે. આ પછી ભાભી દીપા અને ફૈઝાને મળીને પવનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ ચોથી જાન્યુઆરીની મોડી રાત્રે દીપાએ પવનને પહેલા છત પરના રૂમમાં જવાનું કહ્યું.

લોહીવાળી દીપાની શાલ પોલીસે જપ્ત કરી
ધાબા પરના રૂમમાં પહોંચ્યા પછી, દીપાએ પહેલા પવનની ગરદન પર સર્જિકલ બ્લેડથી હુમલો કર્યો. ત્યારબાદ આરોપી ફૈઝાને પવનની ગરદન પર સર્જિકલ બ્લેડ વડે હુમલો કર્યો જેના કારણે પવનનું મોત થયું. પોલીસે દીપા અને પ્રેમી ફૈઝાનની ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલ 2 સર્જિકલ બ્લેડ અને દીપાની લોહીથી ડાઘવાળી શાલ મળી આવી છે.

Advertisement