NATIONAL

ઘરનો દરવાજો ખોલતા જ ઉડી ગયા માતાના હોશ, અને પછી જે થયું તે જાણીને….

એક શોકિંગ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. જે વાંચીને સૌ કોઈ હચમચી ગયા હતા. વાત એમ બની છેકે એક સગી માતાએ તેની સગીર દીકરીનું સાડીથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. માતા તેની દીકરીને પોતાનાજ ઘરમાં બોયફ્રેન્ડ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયા બાદ આવેશમાં આવી આ ઘાતક પગલું ભર્યું હતું. આમ છોકરીને બોયફ્રેન્ડને ઘરે બોલાવી તેની સાથે રાસલીલા રચાવવી ભારે પડી ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે મહિલા તેની પુત્રી ભાર્ગવીને ઘરમાં બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જોઈ જતા બોયફ્રેન્ડને નાસી છૂટ્યો હતો, અને બાદમાં માતાએ ભાર્ગવી માર પણ માર્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને પોતાની જ દીકરીની હત્યા કરી નાખી હતી.

બુધવારે જ્યારે માતા કામ પરથી ઘરે જમવા માટે આવી ત્યારે તે પુત્રી ભાર્ગવી અને તેનો બોયફ્રેન્ડ બન્ને વાંધાજનક હાલતમાં જોવા મળ્યા હતા. સગીર દીકરો મમ્મીને ભાર્ગવીનું મર્ડર કરતાં જોઈ ગયો હતો. આથી તેના ભાઈએ જ પોલીસમાં ફરીયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, માતા ભાર્ગવીના લગ્ન કરાવવા માગતી હતી અને પરિવાર સારા છોકરાની શોધમા હતા પરંતુ ભાર્ગવી બીજા કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને અવારનવાર માતાની ગેરહાજરીમાં બોયફ્રેન્ડને ઘેર બોલાવી રાસલીલા રચાવતી હતી.

Advertisement