NATIONAL

અફેર અને મર્ડર, આવી રીતે પતિની કાતિલ બની ગઈ સોશ્યલ મીડિયા સ્ટાર

રાની નામની યુવતીએ લાખો લોકોમાંથી એક હતી જેને રીલ્સનો ચસ્કો લાગ્યો હતો. રિલ્સના બહાને તે રોજ પોતાની અદાઓથી લોકોના દીલ જીતવાનો પ્રયાસ કરતી હતી. પણ આ જ રિલ્સ તેને રિયલ લાઈફમાં એવા ગુનામાં ધકેલી દીધી કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

રિલ્સનો ચસ્કો મોંઘો પડ્યો
સોશિયલ મીડિયા પર લાઈક અને સબ્સ્ક્રિપ્શન વ્યસન એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે લોકો જ્યાં જુઓ ત્યાં આની વાત કરી રહ્યા છે. આટલા સુધી તો વાત બરોબર હતી. પણ જરા વિચારો કે રિલ્સના ચક્કરમાં એક પત્નીએ પોતાના પતિને જ મોતને ઘાટ ઉતાર્યો હતો. બિહારની આ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે.

આ ઘટના બિહારના બેગુસરાયની છે, જ્યાં 25 વર્ષીય મહેશ્વર નામના યુવકનો મૃતદેહ તેના સાસરિયાના ઘરમાં શંકાસ્પદ હાલતમાં પડેલો મળી આવ્યો હતો. સમસ્તીપુરના નરહન ગામના રહેવાસી મહેશ્વર કુમાર કોલકાતામાં રહેતા અને નોકરી કરતો હતો.

રીલના ચક્કરમાં પતિની હત્યા
મહેશ્વર કુમારે 7 વર્ષ પહેલા રાની નામની યુવતી સાથે લવમરેજ થયા હતા. લગ્ન બાદ રાનીને રિલ્સ બનાવવાનો જોરદાર ચસ્કો લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ સતત વધી રહી હતી. રાનીનો રિલ્સ પ્રત્યેનો વળગણ જોઈએ તેના પતિ મહેશ્વરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રાની રિલ્સ બનાવતી એ તેના પતિને જરાય પસંદ નહોતું. મહેશ્વરને જરાય નહોતું પસંદ કે રિલ્સના ચક્કરમાં તેની પત્ની કલાકો સુધી સમય વેડફે અને અજાણ્યા છોકરાઓને મળે.

મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો
પતિએ રિલ્સ બનાવવા અટકાવતા પત્ની રાનીએ ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. હાલમાં મહેશ્વરથોડા દિવસ પહેલા જ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ તે બેગુસરાયમાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં સાસરિયાના લોકોએ તેની હત્યા કરી હતી. આરોપ છે કે મહેશ્વરની પત્ની રાનીએ તેના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને તેનું ગળું દબાવીને તેનો જીવ લીધો હતો.

ફોન આવતા ઓછા થયા તો પરિવારજનોને શંકા ગઈ હતી
મહેશ્વર રવિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તેના સાસરે ગયો હતો. લગભગ દોઢ કલાક પછી એટલે કે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેના ભાઈ રુદલે તેને કોલકાતાથી ફોન કર્યો, પરંતુ જ્યારે મહેશ્વરે તેના કોલનો જવાબ ન આપ્યો તો તે બેચેન થઈ ગયો. આ પછી તેણે તેના પિતાને જાણ કરી કે તેના ભાઈનો ફોન અનુત્તર રહ્યો હતો. દરમિયાન, રૂદલનો ફોન મહેશ્વરની સાળીએ ઉપાડી લીધો, સાળી તેને કંઈ જવાબ આપે એ પહેલા રુદલને તેના ભાઈના સાસરિયાંના ઘરમાં ચીસો સંભળાવા લાગી.

ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી
જે બાદ તેમના પિતા રાત્રે તેમના પુત્રના સાસરે પહોંચ્યા અને તેમના પુત્રનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પડેલો જોયો. મૃતદેહ જોતા ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પુત્રની લાશ મળી આવતા મહેશ્વરના પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

Advertisement