NATIONAL

41 વર્ષના યુવકે વિયાગ્રાની બે ગોળી ખાધી, પછી જે હાલત થઈ

41 વર્ષના એક વ્યક્તિએ દારૂ સાથે વાયગ્રાની ગોળી ખાધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. આ સેક્સની દવા ખાધા પછી પુરુષને પહેલા અસ્વસ્થતા અનુભવાઈ અને પછી તેની તબિયત બગડવા લાગી હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દારૂ અને વિયાગ્રાના મિશ્રણને કારણે હાઈ બ્લડ પ્રેશરથી વ્યક્તિના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, ડોકટરોએ કહ્યું કે આ એક રેર કેસ છે.

પાર્ટીમાં દારૂ સાથે વાયગ્રા લીધી
નાગપુરમાં એક વ્યક્તિ તેના મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો, જ્યાં બંનેએ રાત્રે જોરદાર પાર્ટી કરી હતી અને દારૂ પણ પીધો હતો. દારૂ પીને તેણે સિલ્ડેનાફિલની 50 mgની બે ગોળીઓ લીધી હતી. આ કોમ્પોઝિન વાયગ્રાના નામથી બજારમાં વેચાય છે. ડૉક્ટરોએ જણાવ્યું કે વ્યક્તિનો ભૂતકાળમાં કોઈ ગંભીર મેડીકલ કે સર્જિકલ રેકોર્ડ નથી. સવારે વ્યક્તિની તબિયત અચાનક બગડવા લાગી અને તેને ઉલ્ટી પણ થવા લાગી. પરંતુ તેણે સામાન્ય માનીને તેણે ડોક્ટરની સલાહ લેવાની ના પાડી દીધી.

થોડા સમય પછી, જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અભ્યાસ મુજબ, આ વ્યક્તિનું મૃત્યુ સેરીબ્રોવેસ્ક્યુલર હેમરેજથી થયું હતું, જેમાં મગજને ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે.

મગજમાં મળ્ચો 300mg લોહીનો ગંઠો
આ વ્યક્તિના પોસ્ટમોર્ટમ દરમિયાન, ડોકટરોને તેના મગજમાં 300mg લોહીનો ગંઠો મળ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે તેનું મૃત્યુ હાઈ બ્લડ પ્રેશર, આલ્કોહોલ અને દવાઓના મિશ્રણને કારણે થયું છે. ડોકટરોએ અભ્યાસમાં લખ્યું – અમે આ રેર કેસને પ્રકાશિત કરી રહ્યા છીએ જેથી કરીને લોકોને ખબર પડે કે ડૉક્ટરની સલાહ વિના ઇરેક્ટાઇલ ડિસફંક્શનની દવા લેવી ખતરનાક બની શકે છે.

વાયગ્રા શા માટે લેવામાં આવે છે?

  • વાયગ્રાનો ઉપયોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સારવાર માટે અથવા પુરુષોમાં જાતીય ક્ષમતા વધારવા માટે થાય છે.
  • વાયગ્રા લેવાથી અસ્થાયી ધોરણે પુરુષોના શિશ્નમાં લોહીનો પ્રવાહ વધે છે. આ અસ્થાયી રૂપે પુરુષોની જાતીય ક્ષમતામાં વધારો કરે છે.
  • વાયગ્રાનું સેવન કર્યા પછી, તેની અસર 20-25 મિનિટ પછી શરૂ થાય છે અને લગભગ 2 કલાક સુધી ચાલે છે.
  • આને ટેબ્લેટ અથવા નસમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
  • નિષ્ણાતોના મતે ડૉક્ટરની સલાહ વિના વાયગ્રાનો ઉપયોગ ન કરવો જોઈએ.

વાયગ્રા કેમ ન લેવી જોઈએ?

  • હૃદય, લિવર, લો બ્લડ પ્રેશર, હિમોફિલિયા અથવા અલ્સરથી પીડિત લોકોએ વાયગ્રાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
  • બ્લડ પ્રેશરની દવાઓ સાથે વાયગ્રા ન લેવી જોઈએ, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર અચાનક અસુરક્ષિત સ્તરે પહોંચી શકે છે.
  • વાયગ્રાના ઉપયોગથી દ્રષ્ટિ અને સાંભળવાની સમસ્યાઓ થઈ શકે છે, જો કે આવું બહું ઓછું બને છે
  • 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને વાયગ્રાનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
Advertisement